Hanuman Chalisa Gujarati | હનુમાન ચાલીસા ડાઉનલોડ PDF

નમસ્કાર ભક્તો… આજે હું તમારા માટે ગુજરાતીમાં અર્થ સાથે હનુમાન ચાલીસા (Hanuman Chalisa Gujarati) લઈને આવ્યો છું. તમે તેને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો. આ માટે સીધી લિંક નીચે આપેલ છે.

બધા જાણે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ સાથે જ ભગવાન હનુમાનજીની તમારા પર ઘણી કૃપા રહે છે. ભગવાન શ્રી હનુમાન જીની ચાલીસા અને અન્ય મંત્રો પણ તમારા જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે છે.

Hanuman Chalisa Gujarati details

PDF NameHanuman Chalisa Gujarati
No of Page12
Size1.66 MB
LanguageGujarati
Categary Religion/ Chalisa
Websitebacpl.org

જો તમે હનુમાનજીની આરતી અને અન્ય મંત્રો વિશે માહિતી મેળવવા માંગતા હો, તો તમે અમારી વેબસાઇટ પરથી મેળવી શકો છો. અહીં હનુમાનજી સંબંધિત તમામ મંત્રો, બાહુક, કવચ વગેરેની PDF આપવામાં આવી છે.


Hanuman Chalisa Gujarati With Meaning

Hanuman Chalisa Gujarati

દોહા
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ ।
વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ॥
અર્થ – શ્રી ગુરુદેવના ચરણ રજથી મારૂ મન પવિત્ર કરી હવે હું
શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરૂં છું. જે (ધર્મ, અર્થે કામ અને મોક્ષ) ચારે પ્રકારનાં ફળ આપનાર છે.

બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ॥
અર્થ – હું મારી જાતને બુદ્ધિહિન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું.
હે પ્રભુ આપ મને બુદ્ધિ, બળ તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો.

ચૌપાઈ
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ।
જય કપીશ તિહુ લોક ઉજાગર ॥ 1 ॥
અર્થ – હનુમાનજી મહારાજ આપની જય હો! આપ જ્ઞાન અને ગુણ ના સાગર છો
કપિશ્વર આપની જય હો, સ્વર્ગ લોક, ભુ લોક અને પાતાળ લોક એમ ત્રણેય લોક માં આપની કીર્તિ ઉજાગર છે.

રામદૂત અતુલિત બલધામા ।
અંજનિ પુત્ર પવનસુત નામા ॥ 2 ॥
અર્થ – હે પવનપુત્ર અંજની નંદન ભગવાન રામ ના દૂત
એવા હનુમાનજી આપના સમાન આ સંસાર માં બીજું કોઈ બળવાન નથી

મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥3 ॥
અર્થ – હે બજરંગબલી આપ મહાવીર અને મહા પરાક્રમી છો.
આપ દુર્બદ્ધિને દૂર કરનાર અને સદબુદ્ધિ આપનાર છો.

કંચન વરણ વિરાજ સુવેશા ।
કાનન કુંડલ કુંચિત કેશા ॥ 4 ॥
અર્થ – આપનું વર્ણ કંચન જેવું છે. સુંદર વસ્ત્રો થી તથા
કાનો ના કુંડળ અને વાંકડિયા વાળો થી આપ સુશોભિત છો.

હાથવજ્ર ઔ ધ્વજા વિરાજૈ ।
કાંથે મૂંજ જનેવૂ સાજૈ ॥ 5॥
અર્થ – આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા
આપની કાંધ ઉપર મુંજ ની જનોઈ આપની શોભા વધારે છે.

શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહાજગ વંદન ॥ 6 ॥
અર્થ – હે શંકર ભગવાનના અંશ એવા કેસરીનંદન આપના પરાક્રમ
અને આપના મહાન યશ ની સંપૂર્ણ સંસાર માં વંદના થાય છે.

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર ।
રામ કાજ કરિવે કો આતુર ॥ 7 ॥
અર્થ – આપ અત્યંત ચતુર, વિદ્યાવાન અને ગુણવાન છો.
આપ ભગવાન શ્રી રામ ના કાર્ય કરવા માટે હમેંશા આતુર રહો છો

Click Here :  श्री हनुमान चालीसा पाठ पीडीएफ डाउनलोड। Shri Hanuman Chalisa in Hindi PDF Download

પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા ।
રામલખન સીતા મન બસિયા ॥ 8॥
અર્થ – આપ ભગવાન શ્રી રામ ના ગુણગાન સાંભળવા માં હમેંશા રસ ધરાવો છો.
માતા સીતા, ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ આપના મન અને હ્રદય માં વસે છે.

સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા ।
વિકટ રૂપધરિ લંક જલાવા ॥ 9 ॥
અર્થ – આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી ને માતા સીતા ને બતાવ્યું
તથા વિરાટ રૂપ ધારણ કરી ને રાવણ ની લંકાને સળગાવી.

ભીમ રૂપધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥ 10 ॥
અર્થ – આપે ભિમરૂપ ધારણ કરી ને રાક્ષસ નો સંહાર કર્યો અને
ભગવાન શ્રી રામ ના ઉદ્દેશ્ય ને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.

લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ॥ 11 ॥
અર્થ – આપે સંજીવની બુટ્ટી લાવીને લક્ષ્મણજી ને નવજીવન આપ્યું અને
ભગવાન શ્રી રામે ખુશ થઈ ને આપને હ્રદય થી લગાવી લીધા

રઘુપતિ કીન્હી બહુત બડાયી ।
તુમ મમ પ્રિય ભરત સમ ભાયી ॥ 12 ॥
અર્થ – ભગવાન શ્રી રામે આપની ખુબ જ પ્રશંસા કરી અને
કહ્યું કે હનુમાન તમે મને મારા ભાઈ ભરત સમાન પ્રિય છો.

સહસ્ર વદન તુમ્હરો યશગાવૈ ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ॥ 13 ॥
અર્થ – હજારો મુખો થી આપના ગુણગાન થાય એવું કહી ને
ભગવાન શ્રી રામે આપને તેમના હૃદય થી લગાવી લીધા

સનકાદિક બ્રહ્માદિ મુનીશા ।
નારદ શારદ સહિત અહીશા ॥ 14 ॥
અર્થ – સનકાદિક ઋષિઓ બ્રહ્માજી, નારદ મુનિ માતા શારદા
તથા અન્ય દેવી દેવતા ઓ આપના ગુણગાન કરે છે

યમ કુબેર દિગપાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥ 15 ॥
અર્થ – યમરાજ,કુબેર તથા બધી દિશાઓ ના રક્ષક આપણું વર્ણન કરી શકતા નથી
તો પૃથ્વી પરના કવિઓ અને વિદ્ધાનો આપણું વર્ણન કયાં થી કરી શકવા ના હતા

તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા ।
રામ મિલાય રાજપદ દીન્હા ॥ 16 ॥
અર્થ – આપે કપિરાજ સુગ્રીવ પર ભગવાન રામ સાથે મેળાપ કરાવી ને
ઉપકાર કર્યો છે અને તેમને રાજા નું પદ અપાવ્યું છે.

(Hanuman Chalisa In Gujarati)

તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥ 17 ॥
અર્થ – તમારા મંત્ર નું પાલન કરી ને વિભીષણ ને
લંકા નું રાજપાઠ મળ્યું જે સમગ્ર વિશ્વ જાણે છે

યુગ સહસ્ર યોજન પર ભાનૂ ।
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥ 18 ॥
અર્થ – જે સૂર્ય હજારો યોજન દૂર છે જ્યાં પહોંચવા માં હજારો યુગ લાગે છે
તે સૂર્ય ને આપ ફળ સમજી ને ગળી ગયા હતા

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી ।
જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ॥ 19 ॥
અર્થ – આપે ભગવાન શ્રીરામ દ્વારા આપવા માં આવેલી વીંટી મુખ માં રાખી સમુદ્ર પાર કર્યો હતો.
આપના માટે આમ આખો સમુદ્ર ઓળંગવો એ કોઈ આશ્વર્ય ની વાત નથી

Click Here :  श्री दुर्गा चालीसा पाठ | Maa Durga Chalisa PDF in Hindi Download

દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥ 20 ॥
અર્થ – સંસાર માં જે કાર્ય કઠિન છે
તે કાર્ય આપની કૃપા થી સરળ બની જાય છે

રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥ 21 ॥
અર્થ – આપ ભગવાન શ્રી રામચંદ્રજી ના મહેલ ના દ્વારપાલ છો
આપની આજ્ઞા વિના કોઈ અંદર પ્રવેશી શકતું નથી

સબ સુખ લહૈ તુમ્હારી શરણા ।
તુમ રક્ષક કાહૂ કો ડર ના ॥ 22 ॥
અર્થ – આપની શરણ માં જે કોઈ આવે છે તે સર્વપ્રકાર ના સુખ પામે છે.
જો આપ અમારા રક્ષક હોય તો અમારે કોઈ ના થી ડરવા ની જરૂર નથી

આપન તેજ સમ્હારો આપૈ ।
તીનોં લોક હાંક તે કાંપૈ ॥ 23 ॥
અર્થ – આપનો તેજ માત્ર આપ જ સહન કરી શકો છો
આપના હુંકાર થી ત્રણેય લોક કાંપી ઉઠે છે

ભૂત પિશાચ નિકટ નહિ આવૈ ।
મહવીર જબ નામ સુનાવૈ ॥ 24 ॥
અર્થ – જયારે પણ ભક્તજનો આપના મહાવીર નામ નું રટણ કરે છે
ત્યારે ભૂત પ્રેત જેવી દુષ્ટ આત્માઓ થી દૂર રહે છે

નાસૈ રોગ હરૈ સબ પીરા ।
જપત નિરંતર હનુમત વીરા ॥ 25 ॥
અર્થ – હે હનુમાનજી આપના નામનું જે નિરંતર રટણ કરે છે
તેના બધા રોગો દૂર થઇ જાય છે અને બધી પીડા દૂર થઇ જાય છે

સંકટ સે હનુમાન છુડાવૈ ।
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ॥ 26 ॥
અર્થ – હે સંકટમોચન જે કોઈ પણ ભક્ત મન, કર્મ, વચન થી પોતાનું ધ્યાન આપના માં લગાવે છે
તેમને બધા દુઃખો થી આપ મુક્ત કરી દો છો.

(Hanuman Chalisa In Gujarati)

સબ પર રામ તપસ્વી રાજા ।
તિનકે કાજ સકલ તુમ સાજા ॥ 27 ॥
અર્થ – ભગવાન શ્રી રામચંદ્રજી એ સર્વશ્રેષ્ઠ તપસ્વી રાજા છે
તેમના કાર્ય પૂર્ણ કરવા માં આપે ઘણું યોગદાન આપ્યું છે

ઔર મનોરધ જો કોયિ લાવૈ ।
તાસુ અમિત જીવન ફલ પાવૈ ॥ 28 ॥
અર્થ – આપની સમક્ષ જો કોઈ અભિલાષા કે આશા લઇ ને આવે છે તો તેને તેનું ફળ અવશ્ય મળે છે
જે ફળ પ્રાપ્તિ ની કલ્પના પણ ના કરી હોય તે આપની કૃપા થી પૂર્ણ થાય છે

ચારો યુગ પ્રતાપ તુમ્હારા ।
હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા ॥ 29 ॥
અર્થ – આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્રાપરયુગ, અને કળયુગ) માં પ્રસિદ્ધ છે.
સમગ્ર વિશ્વ આપની કીર્તિ થી જાણકાર છે

સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકંદન રામ દુલારે ॥ 30 ॥
અર્થ – આપ સાધુ સંતો ના રક્ષક છો તથા દુર્જનો અને રાક્ષસો નો
સર્વનાશ કરનારા છો અને આપ ભગવાન શ્રી રામ ના પ્રિય છો

Click Here :  Hanuman Bahuk PDF in Hindi | हनुमान बाहुक इन पीडीएफ

અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા ।
અસ વર દીન્હ જાનકી માતા ॥ 31 ॥
અર્થ – સીતામાતા દ્વારા આપવા માં આવેલા વરદાન મુજબ આપ આપના
કોઈપણ ભક્ત ને આઠ સિદ્ધિ અને નવ નિધિ નું પ્રદાન કરી શકો છો

રામ રસાયન તુમ્હારે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥ 32 ॥
અર્થ – હે બજરંગબલી આપ ભગવાન શ્રી રામ ની સેવા માટે સદાય તત્પર રહો છો
માટે આપ ની પાસે રામ-નામ રૂપી ઔષધિ (રસાયણ) છે.

(Hanuman Chalisa In Gujarati)

તુમ્હરે ભજન રામકો પાવૈ ।
જન્મ જન્મ કે દુખ બિસરાવૈ ॥ 33 ॥
અર્થ – આપના ભજન કરનાર ભકત ને ભગવાન શ્રીરામચંદ્રજી ના દર્શન થાય છે
અને તેના જન્મ જન્મ ના દુઃખો દૂર થઇ જાય છે

અંત કાલ રઘુપતિ પુરજાયી ।
જહાં જન્મ હરિભક્ત કહાયી ॥ 34 ॥
અર્થ – આપના ભજન ના પ્રભાવ થી અંત સમયે રઘુનાથજી ના ધામ માં જાય છે
અને જો મૃત્યુલોક માં જન્મે તો હરિભક્ત પ્રસિદ્ધિ મળે છે

ઔર દેવતા ચિત્ત ન ધરયી ।
હનુમત સેયિ સર્વ સુખ કરયી ॥ 35 ॥
અર્થ – હે હનુમાનજી જે ભક્ત સાચા મન થી આપની આરાધના કરે છે તો એને બધા પ્રકાર ના સુખ પ્રાપ્ત થાય છે
અને તેને બીજા કોઈ દેવતા ની પૂજા કરવા ની આવશ્યકતા રહેતી નથી

સંકટ ક(હ)ટૈ મિટૈ સબ પીરા ।
જો સુમિરૈ હનુમત બલ વીરા ॥ 36 ॥
અર્થ – સંકટમોચન હનુમાનજી નું જે સ્મરણ કરે છે તેના બધા સંકટ
મટી જાય છે અને બધી પીડાઓ થી છુટકારો મળે છે.

(Hanuman Chalisa In Gujarati)

જૈ જૈ જૈ હનુમાન ગોસાયી ।
કૃપા કરહુ ગુરુદેવ કી નાયી ॥ 37 ॥
અર્થ – હે હનુમાનજી આપની સદા જય જયકાર હો
આપ મુજ પર શ્રી ગુરુદેવ ની સમાન કૃપા કરો

જો શત વાર પાઠ કર કોયી ।
છૂટહિ બંદિ મહા સુખ હોયી ॥ 38 ॥
અર્થ – જે વ્યક્તિ શુદ્ધ મન થી દરરોજ આ હનુમાન ચાલીસા નું સો વાર પાઠ કરશે
તે સર્વ સાંસારિક બંધનો થી મુક્તિ પામશે અને પરમ સુખ ને પામશે

જો યહ પડૈ હનુમાન ચાલીસા ।
હોય સિદ્ધિ સાખી ગૌરીશા ॥ 39 ॥
અર્થ – જે ભક્ત હનુમાન ચાલીસા નું નિત્ય પાઠ કરશે
તેને ચોક્કસ સફળતા મળશે જેના ગૌરી પતિ શંકર સાક્ષી છે

તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજૈ નાથ હૃદય મહ ડેરા ॥ 40 ॥
અર્થ – સંત શ્રી તુલસીદાસજી કહે છે કે હું હમેંશા શ્રીરામ ના દાસ છે
તેથી આપ એમના હૃદય માં સદા નિવાસ કરો

દોહા
પવન તનય સંકટ હરણ – મંગળ મૂરતિ રૂપ્ ।
રામ લખન સીતા સહિત – હૃદય બસહુ સુરભૂપ્ ॥
અર્થ – હે પવનપુત્ર આપ બધા સંકટો ને હરનાર છો આપ મંગળ મૂર્તિ રૂપ છો,
આપ શ્રીરામ, લક્ષ્મણજી તથા શ્રી સીતામાતા સહીત અમારા હૃદય માં પણ નિવાસ કરો.

!! હનુમાન ચાલીસા ગુજરાતી અર્થ સાથે PDF !!

Hanuman Chalisa Gujarati PDF Download

Rate this post
Share it:

Leave a Comment